કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૧. કે દી એ વા’ણલાં વાશે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. કે દી એ વા’ણલાં વાશે?

બાલમુકુન્દ દવે

કે દી એ વા’ણલાં વાશે?
માડી, તારાં કે દી એ વા’ણલાં વાશે?

પરભાતે બાળુડાં ઊઠે છે આશે,
ને રાતે પોઢે છે નિરાશે!
માડી, તારાં કે દી એ વા’ણલાં વાશે?
નિરમળિયાં નીર પાડી દૂઝે છે ડુંગરા
કે આંસુના ધોધવા નાસે?

ઊંચેરી ટૂકે મા ગહેકે છે મોરલા
કે મરતક બોલે છે મીઠાશે?
માડી, તારાં કે દી એ વા’ણલાં વાશે?
કાયાની કાશ પીએ સપનાંની છાશ!
કે દી થાનેલાં દૂધે ભરાશે?
પરવરતા પ્રાણ ફરી નાડીઓમાં નાચશે
ને કોઠે કોઠે દીવા થાશે
માડી, તારાં કે દી એ વા’ણલાં વાશે?

૧૫-૫-’૪૬
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૧૫)