કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૩. કાંઈ શું વળે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૩. કાંઈ શું વળે?


મનમાં મિતાઈ, ઝીણું ઝીણું બળે,
આમ ન કર્યું હોત તો!
હવે કાંઈ કર્યે શું વળે?

આપણું કર્યું કાંઈ ન ચાલે,
જાણી લીધું, ભાઈ!
સાત પતાળે માછલી પોઢી
આવે તીર તણાઈ.

માધવ સાથે મમતા મારી,
માધવ માથે રોષ,
દોષ દઈને છૂટવા ચાહું,
કોનો કાઢું દોષ?
(સંગતિ, પૃ. ૧૨૫)