કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪. ચાંદની

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. ચાંદની


ઝીણી ઝીણી ઝરે ચાંદની રે
          એની ચોખલિયાળી ભાત,
અરુપરુ એમાં ઊજળી રે
          કાંઈ રાત રમે રળિયાત.
ઓલી શેરીમાંથી આવતા રે
          મધમીઠા મનના સૂર,
ધીમાં તે ઢોલક વાગતાં રે
          કાંઈ નયણે ઝળકે નૂર.
ચોખ્ખા આકાશની ચાંદની રે
          આજ ભીંજવે ગામનો ચોક,
પૂરણ ખીલ્યાં પોયણાં રે
          એમાં તરતાં જાય અથોક;
ઝીણાં ઝીણાં એને ઝીલતાં રે
          બાઈ, મુખડાં મલકે કોક.
(તરણાં, પૃ. ૧૦૦)