કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૦. તારા વિશે...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૦. તારા વિશે...

તારા વિશે કશુંય કહેવું નહીં ગમે,
મારા મુખે તો હું તને પથ્થર નહીં કહું.
ભટકી રહ્યા છે શ્વાસ અજાણી જગા ગણી,
હું જ્યાં રહું છું એને મારું ઘર નહીં કહું.
ચહેરો જ જાણે જોઉં છું તારા અવાજનો,
વાંચી રહ્યો છું એમને અક્ષર નહીં કહું.
મૂકી દીધી છે આંખમાં મંઝિલના નામથી,
વાગી હતી તે કાલને ઠોકર નહીં કહું.
રસ્તો જુએ છે ફૂલના જેવો ગુલાબને,
જોયા કરું છું એમ ખરેખર નહીં કહું.
(ૐ તત્ સત્, પૃ. ૧૦)