કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧. દિલ તમોને...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧. દિલ તમોને...


દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!
(આકૃતિ, ૧૯૬૩, પૃ. ૪)