કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૫. દો અઁખિયાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. દો અઁખિયાં...


દો અઁખિયાં તગતગતી સરકી
દીવાલમાંથી દીવાલમાંથી દીવાલમાંથી
ને અમને ખુલ્લામાં વળગી
દીવાલમાંથી દીવાલમાંથી દીવાલમાંથી.
હોય સમય તો એને પૂછીએ
          બંધન ફંધન ક્યા હોતા હૈ?
ઘડિયાળો ગજવામાં ખખડી
દીવાલમાંથી દીવાલમાંથી દીવાલમાંથી.
ચપટી લોકો ચપટી મૃગજળ
ચપટી છાપાં ફિર ક્યા હોગા?
હું શું જાણું મેરી બિગડી
દીવાલમાંથી દીવાલમાંથી દીવાલમાંથી.
લો આ તમને બારીમાંથી
          ઘરમાં મૂક્યા પલંગ પૂજ્યા
ખરી થઈ છે અમથી અમથી
દીવાલમાંથી દીવાલમાંથી દીવાલમાંથી.
(અગિયાર દરિયા, પૃ. ૧૪)