કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૭. કશું હોય ના...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૭. કશું હોય ના...


         કશું હોય ના ત્યાં ઘણું દેખવું,
         અમારું નસીબ છેઃ સતત વેઠવું.
         પડ્યા હોય તેઓ જ જાણી શકેઃ
         છે સુંદર ને અઘરું ગગન ઠેકવું.
         ઘણી વાર ઊંઘું તો લાગે મને,
         કે ઓશીકે આખું જગત ટેકવું.
         એ આંખો ને દૃશ્યોનો આભાર છે,
         જે દેખાય એથી અલગ લેખવું.
         એ સાચું કે ઘરમાં જવાયું નહીં,
         ને રસ્તામાં રઝળી પડ્યું ભેટવું.
         બનાવું છું અંધારને આંગળી,
         ને દીવા વગરની ઝબક પેટવું.
         પ્રસંગો બધાયે કડીબદ્ધ છે,
         કહે છેઃ લખી લો ફકત ‘છેકવું’.
૬-૦૪-૮૪
(અગિયાર દરિયા, પૃ. ૨૧)