કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૩. ધારો કે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૩. ધારો કે


         ધારો કે હું ધારું છું
         હું લીલું લલકારું છું.
         મારો સૂરજ સાદો છે
         એને હું શણગારું છું.
         હોડીમાં હું બેઠો છું
         દરિયાને હંકારું છું
         ફાગણમાં ફૂટ્યું ફૂલડું
         ચૈતરમાં વિસ્તારું છું
         ભડકાજી, આવો ઘરમાં
         હું સૌને સત્કારું છું.
૩-૧૧-૧૯૯૮
(મનહર અને મોદી, પૃ. ૮)