કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪. ચોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. ચોર


ખખડ્યાં પર્ણ,
ઘડી
ઝોકે ચઢેલું
રાતરાણી – ફૂલ
ઝબક્યું.
જાગ્યો સાદ
ઊંડોઃ
’ચોર’!
પવન
મધરાત લઈ ચાલ્યો
ગયો.
(આકૃતિ, પૃ. ૭)