કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧૮. નદીએ ન્હાવા ગઈ તે દીની ગઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮. નદીએ ન્હાવા ગઈ તે દીની ગઈ

રમેશ પારેખ

એક ફેરા હું નદીએ ન્હાવા ગઈ તે દીની ગઈ...
ત્યારથી મારે ઘેર હું પાછી કોઈ દી આવી નઈ.

સૈ, રે મારા ઘરને હું સાત ખોટની હતી રે
હેત એવાં કે ખરતી’તી હું ભીંતના વતી રે

હું બિચારી એટલું બધું ભીંતને કહેતી રે
નદીયુંથી યે જબરી વાવું ઓરડે વ્હેતી રે

કોણ આ મારા સરખી મને ગોતતી દીવો લઈ
નદીએ હતી એકલી ખોબોચપટી નદી રે

જળ દેખાડી ભોળવી ગઈ કપટી નદી રે
આપમાંથી આપણને તાણી જાય છે એવી રે

આપણા તે આ ગામની મૂઈ નદીયું કેવી રે
જળમાં મારાં કેટલાં યે મોં જોઉં, એમાં હું કઈ?

૬-૮-’૭૨/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૬૫)