કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૨. ઝૂંક વાગી ગઈ
Jump to navigation
Jump to search
૨૨. ઝૂંક વાગી ગઈ
મને જરા ઝૂંક વાગી ગઈ.
માલતીની ફૂલકોમળી તોયે ડૂંખ લાગી ગઈ.
થલ મહીં મેં જલ ને વળી જલને થાનક વ્યોમ,
એક ઘડીમાં જોઈ લીધા મેં હજાર સૂરજ સોમ;
સોણલાંને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ.
ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનું ઉતારનાર,
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલ-ઝાર;
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ.
મને જરા ઝૂંક વાગી ગઈ.
(સંકલિત કવિતા, પૃ. ૧૯૮)