કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૯. તને જોઈ જોઈ તોય તું અજાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. તને જોઈ જોઈ તોય તું અજાણી

તને જોઈ જોઈ તોય તું અજાણી,
(જાણે) બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.
વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તોય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાંય
બાહુને બંધ ના સમાણી.
પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગાવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાનાં પાણી!
(સંકલિત કવિતા, પૃ. ૭૦-૭૧)