કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૧.મન્મથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧.મન્મથ

રાવજી પટેલ

અચાનક તૃણનાં છૂટ્યાં તીર
ભરેલું ભીતર ભેદ્યું !
પાતાળો ફોડીને શાંત સૂતેલા
શેષનાગનું મસ્તક છેદ્યું.
આંખોથી દડદડ છૂટી શૈયા
કૂંપળમાંથી મુશળ વાગ્યાં અંધારાં.
ચ્હેરાનું પેલું કમલસરોવર
ખાલી તો ખાલી લાવો તે ક્યાં ?
લાવો લાવો ચંદનનાં જલ.
કોણ મને આ કાવ્ય સરીખું પીડે ?
આ તો કોણ મને —
માટીનો પરખીને મનથી ખેડે ?...
(અંગત, પૃ. ૧૩-૧૪)