કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૯.કાચબો ચાલે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૯.કાચબો ચાલે છે

લાભશંકર ઠાકર

સુકાયેલા સમુદ્રને
ઊંચકીને
કાચબો
ચાલે
છે –
જળાશયની
શોધમાં.
(છે, ૨૦૦૨, પૃ. ૩)