કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

લાભશંકર ઠાકર

મૃત્યુ
મા જેવું
મધુર હાસ્ય કરે
અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ
મૅગ્નેટિક રોટેશનનો સ્વીકાર કરાવી
ઊંડી
ગાઢ ઊંઘમાં
સરી જવાની
રમત
રમાડવા ?
(રમત, ૨૦૦૩, પૃ. 1)