તમન્નાની જવાની છે, ઉમંગોનો જમાનો છે. બસંતી રંગ-લા’ણી છે, સુગંધીનો ખજાનો છે. ગયો લાગે છે નક્કી, હુસ્ન કેરો કાફલો અહીંથી, ગુલોના રૂપમાં એનાં જ કદમોનાં નિશાનો છે.