કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/આખું આકાશ મળ્યું કેટલું...
Jump to navigation
Jump to search
૩૩. મને ડાળખીને
મને લાગે નહીં ક્યાંય કશું એકલું,
મને મારું એકાન્ત ગમે એટલું!
કોઈ ઊડતો આવે છે સૂર પંખીની જેમ,
હળુ હળુ વાય હવા : પૂછે છે : “કેમ?”
મને સારું લાગે છે હવે એટલું :
મને મારું એકાન્ત ગમે એટલું!
લીલું પંપાળે છે પગને આ ઘાસ,
બાંધે છે નાતો અહીં ફૂલની સુવાસ.
હાશ! આખું આકાશ મળ્યું કેટલું...
મને લાગે નહીં ક્યાંય કશું એકલું!
૧-૧-૧૯૭૯(કાવ્યસૃષ્ટિ, પૃ. ૩૭૦)