કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૪. જળની ઝીણી મહેક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૪. જળની ઝીણી મહેક


જળની ઝીણી લહેર સમી તું પળમાં સરી ગઈ,
રાતરાણીની મહેકથી મારા મનને ભરી ગઈ.

આંખને ખૂણે એવડું તે શું જોયું;
એક ઘડીમાં કેવડું મલક મોહ્યું!

ધીખતી મરુભોમમાં શ્રાવણ-વાદળી ઝરી ગઈ;
રાતરાણીની લે’રખી જાણે જળમાં ભળી ગઈ.

સપનાં જાણે સામટાં મળ્યાં ટોળે;
સાવ કુંવારા ઓરતા એવું કોળે.

હૈયું ચૂક્યું થડકારો – જ્યાં આંખ બે ઢળી ગઈ,
જળની ઝીણી મહેક તો મારા મનને હરી ગઈ.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૭)