કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૨. – કીજે વળતો વાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૨. – કીજે વળતો વાર

(દોહરા)

દુનિયા દાધારંગણી, એના રંગ તણા નહિ પાર,
હળવે હૈયે હોંશથી કીજે વળતો વાર.

ગાંડાં ઘણાં ગદોડશે ને અળવીતરાંયે અપાર,
ચેતીને તું ચાલજે ને કીજે વળતો વાર.

સાકરને પડ ગોપવી વખડાં પાય ધરાર
હારી ખાતો ના જરી, કીજે વળતો વાર.

આકરમણથી આવશે વેરીની વણજાર,
હળવે હાથે વીંધજે, કીજે વળતો વાર.
(જળમાં લખવાં નામ, પૃ. ૨૦૭)