કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૨. તમે થોડું ઘણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. તમે થોડું ઘણું

         તમે થોડુંઘણું સમજો તો સારું
કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું?
ધારી ધારીને તમે બોલ્યા બે વૅણ
                  એની અણધારી ચોટ ઉરે લાગી;
જેનાં શમણાંમાં મીઠી નીંદર માણી’તી
                  એની ભ્રમણામાં રાતભરી જાગી;
                           ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
આપણી તે મેડીએ આપણ બે એકલાં
                  ને ફાવે તેવી તે રીત મળજો,
મોટાં-નાનાંમાં મારે નીચાજોણું છે
                  રહો અળગા, ને વાટ ના આંતરજો;
                           મોટા ઘરની હું નાની વહુવારુ
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.

૧૯૬૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૮)