કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૦. ઝેરનો કટોરો
Jump to navigation
Jump to search
૨૦. ઝેરનો કટોરો
હવે જીરવશું ઝેરનો કટોરો,
રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો.
અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી
પીવામાં ખ્યાલ કંઈક કરીએ,
પીને હરિને અહીં ભજવા કે ઠેલીને
વૈકુંઠે હેતે વિચરીએ;
વિષના પ્યાલાથી નીલ જાગે લકીર
અને અમરતથી કંઠ રહે કોરો.
રૂંવેરૂંવે તે નવી ચેતનની લ્હેરખી
ને ચિત્ત રે ચડ્યું છે ચકરાવે,
પીવા દો ભરી ભરી ઝેરના પિયાલા
મને એનોયે કેફ ઓર આવે;
કાંઠે તો બેઠું રહેવાય નહીં, લેવા દ્યો
આગના નવાણમાં ઝબોળો.
૧૯૫૭
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૪)