કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૫. વૃદ્ધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫. વૃદ્ધ

—ની આંખમાં આકાશ
(છૂટાં વાદળાં કાળાં અને ધોળાં, છવાયું
કોર પર ઢળતા સૂરજનું તેજ) તોળ્યું;
હાથવાળ્યા ઓશીકે શિર
(બાણશય્યા પર સૂતેલા ભીષ્મનું) સ્થિર;
એક પગ ધરતી અડકતો, લટકતો, હલતો,
અને લંબાઈને બીજો રહ્યો ટીંગાઈ હાથા પર;
ધડકતી છાતીમાં નીચો થતો, ઊંચો જતો
વાતાવરણનો પ્રાણવાયુ.
આમ તો આવાં ઘણાં યે માણસો
(આકાશગંગાના ઝબકતા તારકો જેવાં ખીચોખીચ)
બાંકડે સૂતાં, પરંતુ
એક
જે—

૧૯૫૬
(સાયુજ્ય, પૃ. ૨૪)