કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૮. આવી’તી એક તારી વાદળી
Jump to navigation
Jump to search
૩૮. આવી’તી એક તારી વાદળી
પ્રહ્લાદ પારેખ
આવી’તી એક તારી વાદળી, મેહુલિયા !
આવી’તી એક તારી વાદળી.
મને આવીને ગઈ એ ભીંજાવી, – મેહુલિયા !...
આવશે એ આમ, એથી હું તો અજાણ,
આકાશે ક્યાંયે ન એનાં એ ધાણ,
– ત્યાં તો તપતો’તો ભાણ;
ધીમે, ધીમે આવી સીમે હું તો,
એ તો આવી – ને એનાં તો પવને પલાણ !
મને આવીને ગઈ એ ભીંજાવી, – મેહુલિયા !...
ભીંજી હું અંગ અંગ,
હૈયું થયું રંગ રંગ;
રૂપે, રંગે, સૂરે
– જેવો ભરિયો ધરતી-ઉરમાં ઉમંગ.
મારા રક્તે આનંદ એવો દઈ ગઈ,
મને નાની શી ધરણી કરી ગઈ, – મેહુલિયા !...
(સરવાણી, પૃ. ૧૯)