કિન્નરી ૧૯૫૦/કોણ રતિના રાગે?
Jump to navigation
Jump to search
કોણ રતિના રાગે?
કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?
જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!
એના શ્વાસે શ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાંની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!
૧૯૫૦