કિન્નરી ૧૯૫૦/મધરાતે મોર બોલે
Jump to navigation
Jump to search
મધરાતે મોર બોલે
મધરાતે મોર બોલે,
દૂરને ડુંગરિયે!
ઉરના ઉચાટ ખોલે,
દૂરને ડુંગરિયે!
એણે ગાયું જે ગાનમાં,
એ સમજાયું સાનમાં;
શું પાયું બેભાનમાં
તે પોઢેલા પ્રાણ ડોલે?
ઉરના ઉચાટ ખોલે,
દૂરને ડુંગરિયે!
કેવી અલબેલડી
હું ઢળકંતી ઢેલડી,
તોયે અકેલડી
સૂના આવાસમ્હોલે!
મધરાતે મોર બોલે,
દૂરને ડુંગરિયે!
૧૯૪૮