કિન્નરી ૧૯૫૦/હે સાવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હે સાવન

હે સાવન!
તારાં તે નીરમાં મારા નાવલિયાની લાખ ઝરે લાવન!
એનો તે સૂર વહે વનવનની વાટમાં,
કાંઠા બે છલકંતી નદીઓના ઘાટમાં,
ગહન ગગનના ગંભીર ગરજાટમાં;
છલકે નવાણ, મારે અંગ અંગ નેહનાં તે નીરમાં ન્હાવન!
છૂપી છૂપી વાત તને કીધી નાહોલિયે,
સાવન હે, કાળજાની કથની જો ખોલિયે,
તો ધીરેથી કાનમાં એકાદ વેણ બોલિયે
કે શરદના હાસમાં એકલ અવાસને એ કરશેને પાવન?
હે સાવન!

૧૯૪૭