કુંવરબાઈનું મામેરું/પ્રસ્તાવના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રસ્તાવના

આ સંપાદન-શ્રેણી સમર્થ મધ્યકાલીન કવિ પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ સમાન રાખ્યું છે. શ્રેણી-સંપાદક તરીકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા કેટલાક લેખન-અંશો મેં તૈયાર કરીને સામેલ કર્યા છે. આ આખ્યાનોના દરેક સંપાદકે– (૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયારકરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પ્રવેશક નોંધો મૂકી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. — રમણ સોની