કુતુબ અબ્દુલહુસેન
Jump to navigation
Jump to search
કુતુબ અબ્દુલહુસેન, ‘આઝાદ’ (૨૭-૧૧-૧૯૨૨) : કવિ. જન્મ બગસરામાં. મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન ઉર્દૂનો અભ્યાસ. એમણે ‘આગ અને બાગ’ (૧૯૬૪), ‘હસતા જખ્મો’ (૧૯૬૯), ‘શરણાઈ’ (૧૯૭૨), ‘અરમાન’ (૧૯૭૩), ‘લોહીની ખુશ્બૂ’ (૧૯૭૩), ‘તસવીરે કરબલા’ (૧૯૮૦), ‘ધૂપછાંવ’ (૧૯૮૩), ‘પનઘટ’ (૧૯૮૩) જેવા ગઝલ અને મુક્તકોના સંગ્રહો આપ્યા છે.