કુમુદકાન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કુમુદકાન્ત : નાટ્યકાર. એમનાં ઉપદેશપ્રધાન સાત નાટકોનો સંગ્રહ ‘નવયુગની નાટિકાઓ’ (૧૯૩૫)માં એમણે સડી ગયેલા સમાજનું વાસ્તવદર્શન કરાવ્યું છે; ‘સ્ત્રીઓની કાઉન્સિલ’ એ સ્ત્રીઓની પ્રાકૃતિક નિર્બળતાને ચર્ચતું શિથિલ નાટક છે. ‘નવયુગ'માં રૂઢિગત જડતા અંગે ચર્ચા કરવામાં આવી છે; ‘આંખ આડા કાન’માં સ્ત્રી પુરુષ-મૈત્રી અને વિધવાના પ્રશ્નોનું નિરૂપણ છે; ‘સૂર્યોદય’ નાટક ખેડૂતની દુર્દશાનો ચિતાર આપતું બોધલક્ષી અને પ્રચારલક્ષી નાટક છે; ‘બંધ બારણે’ નાટક અસ્પષ્ટ વસ્તુવાળું છે અને વિચાર ભારથી દબાઈ જાય છે; તો લાંબા સંવાદો અને નાટ્યાત્મકતાના અભાવથી અલગ પડી જતું નાટક ‘કડવો ઘૂંટડો’ કૌટુંબિક પ્રશ્નને રજૂ કરે છે.