કૃતિકોશ/સૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂચિ



સૂચિ પણ સ્વયંસ્પષ્ટ વિભાગ છે. એમાં મુખ્યત્વે પ્રકાશિત ગ્રંથોની સૂચિઓ અને હસ્તપ્રતોની સૂચિઓ છે. સ્વરૂપવિશેષ પરની અને સામયિકોની સામગ્રીની સૂચિઓ પછી થવા લાગી. એ પણ સમાવી છે. સૂચિપ્રવૃત્તિ વિકસતી, વિસ્તરતી રહી હોવા છતાં હજુ એનું પ્રમાણ ઓછું છે.
સૂચિઓ, ઘણીખરી, સામયિકોમાં પ્રગટ થઈ હોય ને પુસ્તકરૂપ ન પામી હોય (આવશ્યકતાપૂરતી ટૂંકા ફલકવાળી કરી હોય) એવી સ્થિતિઓ હોવાથી પણ સૂચિગ્રંથોની સંખ્યા ઓછી છે. એવાં બે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સામયિકોનો નિર્દેશ કરવો જોઈએ – જેમાં ગુજરાતી ગ્રંથોની સૂચિ પણ સામેલ છે. ‘૧૯૫૮-૨૦૦૦, ઇન્ડિયન નેશનલ બિબ્લિઓગ્રાફી, સેન્ટ્રલ રેફરંસ લાયબ્રેરી, કલકત્તા’ અને ‘૧૯૮૧-૯૬, લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસ એક્સેશન લીસ્ટ, સાઉથ એશિયા’. સૂચિઓની પણ સૂચિ લેખે ‘જૈન ગૂર્જર કવિઓ’ (પુનઃશોધન, જયંત કોઠારી)નો ખંડ-૭ એક વિશિષ્ટ પણ નોંધપાત્ર સૂચિ-પ્રતિમાન છે.


૧૮૬૧-૧૮૭૦
૧૮૬૪ કૅટલોગ ઑફ નેટીવ પબ્લિકેશન્સ ઑફ ધ બોમ્બે રેેસિડેન્સી (સંવર્ધિત૧૮૬૭) – ગ્રાન્ટ એલેકઝાન્ડર
૧૮૬૯ કેટલોગ ઑફ નેટીવ પબ્લિકેશન્સ ઑફ ધ બૉમ્બે રેેસિડેન્સી – પીલ જેમ્સ
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૨ કેટલોગ ઑફ મરાઠી એન્ડ ગુજરાતી બુક્સ : બ્રિટાશ લાઈબ્રેરી મ્યૂઝિયમ – બ્લૂમહાર્ટ જે. એફ
૧૮૯૬ પ્રસિદ્ધ જૈન પુસ્તક મંદિરસ્થ હસ્તલિખિત ગ્રંથનામ્‌ ક્રમપ્રદર્શક પત્રમ્‌ – દ્વિવેદી મણિલાલ નભુભાઈ
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૫ કેટલોગ ઑફ ધ મરાઠી, ગુજરાતી, બંગાળી [.. .] મેન્યુસ્ક્રીપ્ટ્‌સ ઈન ધ લાઈબ્રેરી ઑફ બ્રિટીશ મ્યૂઝિયમ – બ્રિટીશ મ્યૂઝિયમ, લંડન
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૪ શ્વેતાંબરીય જૈન ગ્રંથ માર્ગદર્શન [વિષયનિર્દેશક ગ્રંથસૂચિ] – વિનયવિજયજી
૧૯૧૭ સેન્ટ્રલ લાઈબ્રેરીનાં પુસ્તકોનું કેટલોગ – સેન્ટ્રલ લાઈબ્રેરી
૧૯૧૭ લીંબડી જૈન જ્ઞાનભંડાર હસ્તલિખિત પ્રતિઓની સૂચિ – મુનિ ચતુરવિજય
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૩, ૧૯૨૯ શ્રી ફોર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ : ભા. ૧, ૨ – જાની અંબાલાલ
૧૯૨૬, ૩૧, ૪૪ જૈન ગુર્જર કવિઓ : ભા. ૧, ૨, ૩ – દેસાઈ મોહનલાલ દલીચંદ
૧૯૨૯ આઠ હજાર ગુજરાતી પુસ્તકોની વર્ગીકૃત નામાવલિ – પુસ્તકાલય સહકારી મંડળી વડોદરા
૧૯૩૦ દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ – પારેખ હીરાલાલ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ વાર્તાઓનાં પુસ્તકોનો પરિચય : ૨ – [બાળવાર્તા સૂચિ] – વડોદરા પુસ્તકાલય પરિષદ
૧૯૩૧ જૈન ધર્મ પ્રસારક સભાની જૈન લાઈબ્રેરીનું લીસ્ટ – જૈનધર્મી પ્રસારક સભા, ભાવનગર
૧૯૩૧ જૈન ગૂર્જર કવિઓ : ભા. ૨ – દેસાઈ મોહનલાલ દલીચંદ
૧૯૩૨ જેસલમેર ભાંડાગારીય ગ્રંથસૂચિ – દલાલ ચીમનલાલ
૧૯૩૨ બાલસાહિત્ય સર્વસંગ્રહ : ૧ – બધેકા ગિજુભાઈ
૧૯૩૩ ચાર હજાર પુસ્તકોની નામાવલિ (ઃ૨) – પુસ્તકાલય સહકારી મંડળી વડોદરા
૧૯૩૪ જૈન ગૂર્જર કવિઓ : ભાગ ૩, ખંડ. ૧, ૨ – દેસાઈ મોહનલાલ દલીચંદ [૧ : ૧૯૨૬]
૧૯૩૪-૫૩ કાર્યવાહી ૧ થી ૨૦ (પ્રકાશિત ગ્રંથોની વર્ષવાર યાદી) – ગુજરાત સાહિત્યસભા
૧૯૩૫ ગુજ. વર્ના. સોસોયટીની લાયબ્રેરીનાં પુસ્તકોની યાદી, ભાગ : ૧ – ગુ. વ. સોસાયટી
૧૯૩૭ પત્તન ભાંડાગારીય ગ્રંથસૂચિ – દલાલ ચીમનલાલ
૧૯૩૮ સૂર્યપુર અનેક જૈનપુસ્તક ભાંડાગાર દર્શિકા સૂચિ – ઝવેરી કેસરીચંદ હીરાચંદ
૧૯૩૮ ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૨ ઍન આલ્ફાબેટિકલ લીસ્ટ ઑફ મેન્યુસ્ક્રીપ્ટ્‌સ ઈન ધ ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ, વડોદરા [૧ થી ૩] – નામ્બીયાર, રાઘવન
૧૯૪૪ આસપાસ  બાલસાહિત્ય સર્વસંગ્રહ : ૨ [ભાગ : ૧, ૧૯૩૨-એનું સંવર્ધન] – જોશી જીવરામ
૧૯૪૮ ગાંધીસાહિત્યસૂચિ – દેશપાંડે પાંડુરંગ
૧૯૫૦ પારસી હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ – મહમ્મદ ઉમર
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૪ કેટલોગ ઑફ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મૅન્યુસ્ક્રીપ્ટ્‌સ ઈન ધ ઈન્ડિયા ઓફિસ લાઈબ્રેરી [લંડન] – બ્લૂમહાર્ટ જે. એફ, (સંવર્ધન) માસ્ટર આલ્ફ્રેડ
૧૯૫૫ બુદ્ધિવર્ધક પુસ્તકાલય (મુંબઈ) ગ્રંથનામાવલિ ભાગ : ૧ – ફાર્બસ ગુજરાતી સભા
૧૯૫૬ બિબ્લિઓગ્રાફી ઑફ ઈંગ્લીશ સ્ટેજેબલ પ્લેઝ – ચોક્સી મહેશ
૧૯૫૭ પુસ્તકોની વર્ગીકૃત નામાવલિ (નવસારી ગ્રંથાલય) – બી. એમ. દસ્તૂર
૧૯૫૮ અભિનેય નાટકો – ઠાકર ધીરુભાઈ
૧૯૫૮-૫૯ રાષ્ટ્રીય ગ્રંથસૂચિ – કાપડિયા કુંજબાલા, બી. એસ. કેશવન
૧૯૫૯-૬૩ ગુજરાતી બાલસાહિત્ય (૧-૪) – મધ્યસ્થ બાલસાહિત્ય સમિતિ
૧૯૬૦ આસપાસ  સૂચિકરણ – બારોટ ચુનીલાલ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ રાષ્ટ્રીય ગ્રંથસૂચિ (૧૯૫૮, ૫૯) – કેશવન્‌ બી. એસ.
૧૯૬૨-૧૯૯૦ ધ નેશનલ બિબ્લીઓગ્રાફી ઑફ ઈન્ડિયન લિટરેચર ૧૯૦૧-૫૩ [ગ્રંથ ૧ થી ૫] – કેશવન્‌ બી. એસ; મૂળે વાય એમ. (. ગ્રંથ : ૧ માં ગુજરાતી ગ્રંથોની સૂચિ.)
૧૯૬૨ ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ (સૂચિ) – ઠાકર ધીરુભાઈ
૧૯૬૨* ગુજરાતી બાલસાહિત્ય (૧૯૩૨-૬૦) – મુુંબઈ રાજ્ય
૧૯૬૨-૮૪ ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ : ગ્રંથ ૧-૮ – (વિવિધ સૂચિકારો) ગુજ. ઇતિ. પરિષદ
૧૯૬૪ સ્વાધ્યાય અવબોધિકા : ૧૯૧૩-૬૪ [આકાશવાણી વાર્તાલાપો, લેખો] –કામદાર કેશવલાલ ( એના ગ્રંથ : ૧માં ગુજરાતી નાટકોની સૂચિ.)
૧૯૬૪, ૬૫ બિબ્લિઓગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઈન ઈન્ડિયન લેંગ્વેઝિસ : ભા. ૧ ,૨– મહેતા ચંદ્રવદન
૧૯૬૭ મહિલા [ગ્રામ?] પુસ્તકાલય ગ્રંથસૂચિ – દેસાઈ કીકુભાઈ
૧૯૬૭ ગુજરાતી બાળસાહિત્ય [૧૯૬૩-૬૫] – દેસાઈ કીકુભાઈ
૧૯૬૯ બિબ્લિઓગ્રાફી ઑવ ઈન્ડિયન પ્લેઝ રિટન બાય ઈન્ડિયન ઑથર્સ : ભા. ૧, ૨ – મહેતા ચંદ્રવદન
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ રાષ્ટ્રીય ગ્રંથસૂચિ (૧૯૬૪, ૭૦) – કેશવન્‌ બી. એસ.
૧૯૭૧ અવેસ્તા, પહેલવી, ફારસી, ગુજરાતી હસ્તપ્રતોની યાદી – મિરઝા દસ્તૂર એચ. કે.
૧૯૭૨ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન ભંડારોનું સૂચિપત્ર – મુનિ પુણ્યવિજયજી
૧૯૭૫ ગુજરાતી ગ્રંથસૂચિ ૧૯૫૧ થી ૧૯૬૫ – દેસાઈ કીકુભાઈ
૧૯૭૫ તપાસ નિબંધસૂચિ – ભાવસાર કિરીટ, શાહ કનુભાઈ
૧૯૭૫ યુનિયન કેટલોગ ઑફ ગુજરાતી પિરિયોડિકલ્સ ઈન ધ લાયબ્રેરીઝ ઑફ બોમ્બે – પંડ્યા એન. એ.
૧૯૭૬ ગુજરાતી તખલ્લુસો – હેમાણી ત્રિભુવન
૧૯૭૭ ગુજરાતી સાહિત્યનાં મહત્ત્વનાં પુસ્તકોની સૂચિ – ત્રિવેદી ચિમનલાલ, પટેલ ભોળાભાઈ, કોઠારી જયંત
૧૯૭૮ મહાનિબંધ વર્ગીકૃત સૂચિ, ૧૮૫૭-૧૯૭૭ – વેગડ પ્રકાશ
૧૯૭૮ મુનિશ્રી પુણ્યવિજયજી ગુજરાતી હસ્તપ્રતસૂચિ [પ્રાચ્ય વિદ્યામંદિર,અમદાવાદ]– વોરા વિધાત્રી
૧૯૭૯ લેવ તોલ્સ્તોય સાહિત્યસૂચિ – ભાવસાર કિરીટ
૧૯૭૯ ગુજરાતી સામયિકો (૧૯૭૫)ની લેખસૂચિ – શાહ કનુભાઈ, ભાવસાર કિરીટ
૧૯૮૦ ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ : ખંડ ૭ – બાવીસી મુગટલાલ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ ચારણી સાહિત્ય પ્રદીપ [હસ્તપ્રતો] – દવે ઈશ્વરલાલ, રોહડિયા રતુદાન
૧૯૮૧ મેઘાણી સંદર્ભ – જાની કનુભાઈ, વાઘેલા નવલસિંહ
૧૯૮૨ ગુજરાતી સામયિકો (૧૯૭૬)ની લેખસૂચિ – શાહ કનુભાઈ, ભાવસાર કિરીટ
૧૯૮૩ કૉપીરાઈટ ગ્રંથસૂચિ (૧૯૦૦ પૂર્વેના ગ્રંથો) – શાહ કનુભાઈ, ભાવસાર કિરીટ
૧૯૮૩ સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ – શેઠ ચંદ્રકાન્ત (+ અન્ય)
૧૯૮૪ કથાસંદર્ભ [નવલકથાસૂચિ] – મહેતા દીપક, મહેતા વંદના
૧૯૮૪ ગુજરાતી સાહિત્ય સૂચિ : મધ્યકાળ – વેગડ પ્રકાશ
૧૯૮૪ ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ ગ્રંથ : ૮ – જમીનદાર રસેશ
૧૯૮૫ કથાસંદર્ભ [નવલકથા : ૧૯૬૧-૮૦]– મહેતા વંદના (+ દીપક મહેતા)
૧૯૮૬ લોકગીત સૂચિ – શુકલ કિરીટકુમાર
૧૯૮૬-૯૭ જૈન ગૂર્જર કવિઓ(મો.દ.દેશાઈ; પુનઃશોધન)૧૦ ખંડોમાં – કોઠારી જયંત (એમાંનો ખંડ : ૭, સમગ્ર સંકલિત સૂચિ (સૂચિઓની સૂચિ) )
૧૯૮૭ સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ – ઠાકર ધીરુભાઈ
૧૯૮૭ સૂચીકરણ : ઇતિહાસ અને વહેવાર – ભાવસાર કિરીટ
૧૯૮૭ જ્ઞાનસુધા : સ્વાધ્યાય અને સૂચિ – ઠાકર ધીરુભાઈ
૧૯૮૭ ડિસ્ક્રીપ્ટીવ કેટલોગ ઑફ ગુજરાતી, હિંદી, મરાઠી મેન્યુસ્ક્રીપ્ટ્‌સ :૧ – વોરા વિધાત્રી
૧૯૮૮ હસ્તપ્રતસૂચિ [ગૂજરાત વિદ્યાપીઠ] – શાહ કનુભાઈ, ભાવસાર કિરીટ
૧૯૮૯ લોકગીત સૂચિ (મણકા ૧ થી ૧૪ આધારિત) – શુકલ કિરીટ
૧૯૯૦ પદસૂચિ – વોરા નિરંજના
૧૯૯૦ બુુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ – પટેલ ચી. ના.
૧૯૯૦ દેશીઓની સૂચિ – ભાયાણી હરિવલ્લભ, વોરા નિરંજના
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૩ બાળકાવ્યો-ગીતોનાં પુસ્તકોની સૂચિ (૧૯૮૩-૧૯૯૨) – પંડ્યા ભાનુભાઈ
૧૯૯૪ ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ (૧૮૫૭-૧૯૯૧) – વેગડ પ્રકાશ
૧૯૯૪ [ગુજરાતી]ગ્રંથસૂચિ ૧૯૯૪ – સોની રમણ, વ્યાસ કિશોર
૧૯૯૪-૯૭ ગુજરાતી ગ્રંથસૂચિ (ઈ.સ. ૧૯૩૦ સુધીના દુર્લભ ગ્રંથો) – ગ્રંથાલય નિયામક
૧૯૯૫ ગોવર્ધનરામ વિવેચન સંદર્ભ – વેગડ પ્રકાશ
૧૯૯૫ ગુજરાતી સંદર્ભગ્રથો (કોશ, ચરિત્રકોશ) – શાહ કનુભાઈ
૧૯૯૫ પદભજનસૂચિ – જાની બળવંત
૧૯૯૭ જૈન ગૂર્જર કવિઓ (મો. દ. દેશાઈ; પુનઃશોધન) ખંડ : ૧૦ – કોઠારી જયંત [૧ : ૧૯૮૬]
૧૯૯૮ ગુજરાતનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન : વાઙ્‌મય સૂચિ – પ્રજાપતિ મણિભાઈ કામરાજભાઈ
૧૯૯૮ ગૂજરાત વિદ્યાપીઠનાં પ્રકાશનોની વર્ગીકૃત સૂચિ – ભાવસાર કિરીટ
૧૯૯૯ નવલકથા સંદર્ભકોશ – વેગડ પ્રકાશ
૧૯૯૯ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ – શાહ દીપ્તિ
૨૦૦૦ જૈન શબ્દાવલી – વોરા નિરંજના