કેશવલાલ શિવરામ અધ્યાપક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અધ્યાપક કેશવલાલ શિવરામ, ‘પાટણકર’: નાટ્યકાર. નાટકમંડળીના સંચાલક તરીકે વધુ પ્રસિદ્ધ. અંગ્રેજી ઓપેરાની અસર ઝીલતું, ગેયનાટક તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામેલું ‘સંગીત લીલાવતી' (૧૮૮૯), ‘સીતાપાર્વતી નાટક' (૧૮૯૫) અને ‘પવિત્ર લીલાવતી' (૧૮૯૬) એમની કૃતિઓ છે; તો ‘બાલજ્ઞાન સુબોધ' (૧૮૮૮) અને ‘જૈન કૉન્ફરન્સની કવિતા' (૧૯૦૩) એમની અન્ય રચનાઓ છે.