કોડિયાં/અમૃતના ઉંબરમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અમૃતના ઉંબરમાંએક અમૃતની કૂપી ભરી,
ઉપર આછેરી વિષ કેરી ચાદર ચડી,
આખા જીવનની ધન્યતા તરી,
જરી ઝાંખેરી દોષ કેરી છાયા પડી:

અદકેરાં દાન અમે દીધાં-લીધાં,
મોંઘેરાં પાન અમે પાયાં-પીધાં;
એને ગોપનના કાજળથી દવલાં કીધાં:
શેષ પારખાની પુણ્ય ક્ષણે હંમિત ખડી,
જરી ઝાંખેરી દોષ કેરી છાયા પડી.

હવે કેમ કરી અમીસર સ્નાન કરવાં?
અમૃતના ઉંબરમાં મોત વરવાં!
2-10-’32