કોડિયાં/ગાંધીજીને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગાંધીજી ને'ગાંધીજી ને
દાહભરી આંખો માતાની,
તેનું તું આંસુ ટપક્યું;
બળી રહ્યું અંતરમાં કિન્તુ,
સૌ પાસે મીઠું મલક્યું.
          મૈયાના ઓ ગાંધી વીર!
          અર્પું છું હૈયાનાં હીર!
ભરતના દુ:ખે દુભાઈ,
કુદરતની કરુણા ઊતરી;
સંસ્કૃતિ ને સ્વાતંત્ર્ય ભરીને,
ભારતને અંગે પમરી.
          વંદન ઓ કુદરત સંદેશ!
          ધન્ય થયો તું ભારતદેશ!
12-9-’27