કોડિયાં/પાનખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાનખરબારબાર મહિના ઊડીઊડીને
આજે સમીરરાજ ભૂખ્યા થયા;
દક્ષિણના દરિયાની વેદનસિતારે
ખાલી ખપ્પર લઈ નાચી રહ્યા.

          તાલ દીધો નિત નૃત્યમાં
          જેણે બારે માર —
          પાનખરે જઈને પૂછ્યું:
          એના પૂરશો ન હૈયાહુતાશ?

ડાળડાળ પાંદડાં છૂટીછૂટીને
ધરણીની શુષ્કતા ઢાંકી રહ્યાં;
વાયુ-વંટોળના વર્તુલ મોઝારે
ઊડી કંકાલ-નાચ નાચી ગયાં.
31-3-’32