કોડિયાં/પીળું પીળું ફૂલડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પીળું પીળું ફૂલડુંસૂરજ ડૂબ્યો ને વ્યોમ પીળું પ્રકાશતું,
          પીળી કો’ તારલી ચમકી રહી;
મારી વાડીમાં સખી! પીળું કો’ફૂલ ખીલ્યું,
          પીળી એની પાંદડી પમરી રહી.

ઊડી પધાર્યું કોઈ પીળું પતંગિયું;
          પીળી પીળી પાંખ એની ફરકી રહી,
પીળા પીળા ફૂલડામાં પીળું પતંગિયું,
          પીળુડા રંગમાં પોઢી ગયું.

6-5-’31