કોડિયાં/વૃષભનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વૃષભનું ગીતઅમે વગડાને વાટ વસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા;
અમે ફૂલડાંની સાથ હસનારા રે,
          અમે ફૂલડાંની સાથ હસનારા... અમે0

ઊંચ-નીચ-ભાવના ભેદ ભરેલા,
          છાંડ્યા સમાજ-વસવાટા;
અમે હૈયાનાં હેત કસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા... અમે0

ટેકરે, તળાવડે, વ્યોમ હરિહૈયે,
          સમદરમાં સાથ ધસનારા;
અમે એકતામાં શ્વસનારા રે
          અમે વગડાને વાટ વસનારા... અમે0

આંબાની ડાળ પર બોલે કોયલડી,
          ઉરમાં બજે એકતારા;
તમે હીન કહી કોણ હસનારા રે,
          અમે વગડાને વાટ વસનારા... અમે0