કોડિયાં/શબ્દબ્રહ્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શબ્દબ્રહ્મસૃજનની આંખ ઊઘડી:
કવિની પગલી પડી:
હૃદયની તુંબડીમાંથી
ભાવના-દંડિકા ચડી.

કાળજે કર્યું કોડિયું:
તેલ ભક્તિ તણું પૂર્યું:
ઊર્મિની જ્યોતમાંથી તો
કલ્પના-તારથી મઢ્યું.

બ્રહ્મના એકતારા શા,
કવિનું ગાન ઊપડ્યું!
17-2-’32