કોડિયાં/હંસગાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હંસગાનદરિયાના બેટથી ઊડ્યાં અમે તો,
          હિમાળા ડુંગર જાવાં જી!
સાતસાત સમદર ઊડી અમારે,
          માનસ-સરમાં નાવાં જી!

લૂમે દાડમડી ને ઝૂમે જમરુખડી,
          મોતી માનસનાં ખાવાં જી!
વનવન શેવતી વેરે પાંખડલી,
          સરનાં પંકજડાં હસાવાં જી!

જગનાં પ્રવાસી અમે ઊડતાં પંખીડલાં,
          માનસ મરવા જાવાં જી!
આભ ચીરી અવનિ ઉભરાવી,
          છેલ્લાં કો હંસગીત ગાવાં જી!