ખારાં ઝરણ/પોપટને પણ પૂછ્યું પલાખું
Jump to navigation
Jump to search
પોપટને પણ પૂછ્યું પલાખું,
કોઈ રીતે તારું મન રાખું.
અરધાં અરધાં થઈ ગયાં તો,
ક્યાંથી આવે અશ્રુ આખું?
સદા અતિથિ વિચાર આવ્યો,
ખુલ્લો આ દરવાજો વાખું?
નભમાં ક્યાં એક્કેય માળો?
પંખીનું શું ભવિષ્ય ભાખું?
છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં, નાખું?
૪-૧૧-૨૦૦૮