ખારાં ઝરણ/‘આવું’, ‘આવું’ કહી ના આવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘આવું’, ‘આવું’ કહી ના આવે

‘આવું’, ‘આવું’ કહી ના આવે,
ખોરંભે એ કામ ચડાવે.

લગાતાર ઇચ્છા જન્માવે,
જીવતેજીવત મન ચણાવે.

જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.

સામે પાર મને મોકલવા,
અણજાણ્યાને કાર ભળાવે.

જાત ઉપર નિર્ભર ‘ઇર્શાદ’,
ખોદી કબર ને પગ લંબાવે.


૧૬-૭-૨૦૦૯