ગાતાં ઝરણાં/ઉપમા (મુક્તક)
Jump to navigation
Jump to search
ઉપમા
હૃદયને આપના, પથ્થરની ઉપમા જ્યારે મેં આપી,
દ્રવ્યું પર્વતનું હૈયું, અશ્રુઓ રૂપે ઝરણ ફૂટ્યાં;
દુખાવી એના મનને, આપનું મન જોઈ લીધું મેં,
ખરે ચેતનની જડતા, જડનું ચેતન જોઈ લીધું મેં.