ગાતાં ઝરણાં/ઉમંગો? (મુક્તક)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉમંગો


મિત્ર! આ મારી તરફ જોઈને હસતાં પુષ્પો,
મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી?!
કૈંક કરમાઈને ક્યારીમાં પડ્યાં છે એમાં.
જોઈ લેવા દે મને મારા ઉમંગો તો નથી?!

૩-૨-૧૯૫૩