ગાતાં ઝરણાં/મુક્તિના વ્રતધારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુક્તિના વ્રતધારી



                મુક્તિના વ્રતધારી
ધન ધન તારી જીવનયાત્રા,
                     ધન ધન જનની તારી,
                મુક્તિના વ્રતધારી!

માનવતાની સીમા સમ તું,
વૈષ્ણવજનની વ્યાખ્યા સમ તું;
ટેકની ઉન્નત કક્ષા સમ તું !
                    અવિચળ શ્રધ્ધા તારી,
                 મુક્તિના વ્રતધારી!

ભરદરિયે તોફાન શમાવ્યું,
લક્ષ્ય વિશેનું ભાન કરાવ્યું;
છેક ખરાબે ચઢી ગયેલી,
                        નૌકાને તેં તારી,
                         મુક્તિના વ્રતધારી!

જ્યાં પાથરતો તું અજવાળાં,
ત્યાં છે વાદળ કાળાં કાળાં;
દિવ્ય પ્રભાકર અસ્ત થયો તું,
                      છે રજની અંધારી,
                     મુક્તિના વ્રતધારી!

૧-૨-૧૯૪૮