ગાતાં ઝરણાં/સંધ્યા (મુક્તક)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંધ્યા


રથ રવિનો દૂર પશ્ચિમમાં જતો,
શાંત સંધ્યા લાલ વસ્ત્રોમાં સોહાય;
જે રીતે પરદેશ જાતાં પ્રેમીને
કોઈ મુગ્ધા દઈ રહી અંતિમ વિદાય.