ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પડછાયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પડછાયો
પ્રવીણ ગઢવી

‘o, wood cutter’
cut my shadow.*
હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી
મારાથી
કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો છૂટતો નથી
મારાથી.
નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.
ભાષા બદલું
વેશ બદલું
ઇતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.
સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.
‘o, wood cutter’
cut my shadow

  • લોરકા, સ્પેનિશ કવિ