પૃથ્વીકાવ્યો જયદેવ શુક્લ
૧ ગ્રીષ્મના તોતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકો દાણો ધાણીની જેમ ફટે તો? ૨ ડાબા હાથની વચલી આંગળીને પાછળ ખેંચી ટેરવેથી આ પૃથ્વીની લખોટી છોડું... ચન્દ્ર જો ટિચાય તો? ૩ પૃથ્વીના ગબડતા આ દડાને ડાબે પગે તસતસતી કીક મારું... અધવચ્ચે સૂર્ય ઝીલી લે તો?