ધ સીયામીઝ
પીયૂષ પ્ર. ભટ્ટ
(હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર અશોક દલાલ ઑપરેશન થિયેટર તરફ મીટ માંડીને બેઠા છે. અંદરથી કોઈ બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા છે.)
અશોકઃ
|
શંભુ… શંભુ. એ શંભુ. (શંભુ આવે છે. “એક મિનિટ” એમ બોલીને ઉતાવળમાં નીકળી જાય છે.) ઓફ ઓહ! કોઈ જ સાંભળતું નથી. (એટલામાં ડૉ. રાજન અને બીજા ડૉ. નિમેષ ઑપરેશન થિયેટરમાંથી બહાર આવે છે.) રાજન, શું થયું?
|
ડૉ. નિમેષઃ
|
Mr. Ashok તમને…
|
ડૉ. રાજનઃ
|
Ok, Doctor, thank you. Thank you very much.
|
ડૉ. નિમેષઃ
|
મારી જરૂર જણાય તો મને ફોન કર.
|
ડૉ. રાજનઃ
|
Ok. (ડૉ. નિમેષ જાય છે.)
|
અશોકઃ
|
શું થયું રાજન? રાજન? રાજન? Come on Rajan, speak out.
|
ડૉ. રાજનઃ
|
અં… જોડિયાં બાળકો છે. ટ્વિન્સ! બંને દીકરા છે.
|
અશોકઃ
|
ઓ ગૉડ થૅન્ક યૂ. થૅન્ક યૂ વેરી મચ. એ રાજન, બંને મારા પર ગયા હશે નહીં?
|
ડૉ.
|
રાજનઃ ના અશોક તારા પર નથી ગયા, પણ…
|
અશોકઃ
|
તો તારી અંજુભાભી પર ગયા હશે. અરે તો તો ઘણું સારું રાજન. એમ પણ મા ઉપર ગયેલું બાળક ખૂબ ભાગ્યશાળી હોય છે.
|
ડૉ. રાજનઃ
|
જો અશોક અંજુભાભી…
|
અશોકઃ
|
અરે, તારી અંજુભાભીની તો વાત જ ન કર. એની ખુશીનો તો કોઈ પાર નહીં હોય. આજે આઠ વર્ષ બાદ તેની કૂખે સંતાન જન્મ્યું છે. અને તે પણ જોડિયાં બાળકો. અરે, અંજુને ભાનમાં તો આવવા દે. ભાનમાં આવતાંની સાથે શું સવાલ પૂછશે, ખબર છે? કેમ? ખોટી પડી ને તમારી સોનોગ્રાફી. અરે શું સમાચાર આપ્યા યાર! વર્ષો પછી ઘરે પારણું બંધાશે. રાજન, આજે તને માર પડવાનો.
|
ડૉ. રાજનઃ
|
જો અશોક, મારી વાત સાંભળ.
|
અશોકઃ
|
અરે, તું મારી વાત સાંભળ. તું કહે તે શહેરમાં, કહે તે હોટલમાં, કહે તેવી ગ્રાન્ડ-ગાલા પાર્ટી. આજે મને ત્રણ ત્રણ વાતનો આનંદ છે. પહેલું એ કે આઠ વર્ષના લગ્નજીવન બાદ મારા ઘરે પારણું બંધાયું. બીજું એ કે એકીસાથે બે બાળકો. અને તે પણ દીકરા. ‘વૉટ અ સ્ટેમીના અશોક દલાલ’ અને ત્રીજું તારી સોનોગ્રાફી ખોટી પડી તે.
|
ડૉ. રાજનઃ
|
સોનોગ્રાફી ખોટી નથી પડી, અશોક.
|
અશોકઃ
|
સોનોગ્રાફી ખોટી નથી પડી એટલે?
|
ડૉ. રાજનઃ
|
અંજુભાભીની સોનોગ્રાફીનો રિપૉર્ટ જોઈને મેં અંજુભાભીને ક્યુરેટીન કરાવી લેવાની સલાહ નહોતી આપી?
|
અશોકઃ
|
એ રાજન. આ તું શું બોલે છે? મારાં બાળકો તો હેમ-ખેમ છે ને?
|
અશોકઃ
|
વૉટ ધ હેલ આર યૂ ટૉકિંગ?… હમણાં બે મિનિટ પહેલાં તેં ખુશીના સમાચાર આપ્યા અને હવે કહે છે કે નહીં જીવે.
|
રાજનઃ
|
આવાં બાળકોનું જીવન માત્ર ચોવીસ કે અડતાળીસ કલાકનું જ હોય છે, અશોક.
|
અશોકઃ
|
આવાં બાળકો એટલે કેવાં? રાજન, આવાં બાળકો એટલે કેવાં બાળકો?
|
રાજનઃ
|
તે બંને પેટ અને કમરેથી જોડાયેલાં છે, અશોક.
|
રાજનઃ
|
તે બંને પેટ અને કમરેથી જોડાયેલાં છે.
|
અશોકઃ
|
યૂ મીન ટુ સે ધે આર…?
|
રાજનઃ
|
સીયામીઝ. ધે આર સીયામીઝ. આવાં બાળકો લાખમાં એક જીવે છે, અશોક.
|
અશોકઃ
|
અને તે લાખમાંનું એક બાળક મારું હશે, રાજન. અને તું એને જિવાડશે. જો રાજન, આ વાત તારી અંજુભાભીને નહીં કરતો. તે આ આઘાત નહીં જીરવી શકે.
|
રાજનઃ
|
જો અશોક, આઘાત તો હવે તારી જીરવવાનો છે.
|
અશોકઃ
|
અરે, મેં આઘાત જીરવી લીધો છે. તું મને મારી અંજુ પાસે જઈ જા, ચાલ.
|
રાજનઃ
|
અશોક, મારી વાત સાંભળ.
|
અશોકઃ
|
અરે તું શું લવારા કરે છે. હમણાં તારો વૉર્ડ- બૉય કે આયા ત્યાં ફરતાં હશે. અને જો તેમણે અંજુને કહી દીધું કે તમને આવાં બાળકો જન્મ્યાં છે તો તારી અંજુભાભી ત્યાં ને ત્યાં જ મરી જશે. તું ખસ, મને જવા દે મારી અંજુ પાસે.
|
રાજનઃ
|
અશોક અન-ફોર્ચ્યુનેટલી વી હેવ લોસ્ટ અંજુભાભી. (અશોક સ્તબ્ધ થઈ જાય છે.) હા અશોક, આપણે અંજુભાભીને કાયમને માટે ગુમાવી ચૂક્યા છીએ. હિમ્મત રાખ. અશોક. અશોક… અશોક…
અશોકઃ હ… રાજન. અંજુ…
|
રાજનઃ
|
હિંમત રાખ અશોક, હવે હિંમત રાખ્યા સિવાય છૂટકો નથી.
|
અશોકઃ
|
મારે મારાં બાળકોને જોવાં છે.
|
રાજનઃ
|
તું ન જુએ તો સારું.
|
અશોકઃ
|
મારે મારાં બાળકો જોવાં છે.
|
રાજનઃ
|
O.K. નર્સ… નર્સ… બ્રિન્ગ ધ બેબીઝ… સીયામીઝ. (અશોક બાળકોને જુએ છે. અને જોતાં જ કંપી ઊઠે છે. અને તેની આંખો સામે અંધકાર છવાઈ જાય છે. (DROP))
|
રાજનઃ
|
(ફોન પર મિત્ર સાથે વાતો કરે છે.) હા, અરે નહીં યાર અરે શું વાત કરે છે? નહીં યાર તું અમેરિકામાં બેઠો બેઠો લવારા ન કર. (રૂમમાંથી છોકરાઓનો ઝઘડવાનો અવાજ આવે છે.) હા એક મિનિટ, પછી વાત કરું છું. કેશવ એ કેશવ શાન્ત કર એ લોકોને અને શાન્ત નહીં રહેતાં હોય તો બહાર લઈ આવ. (અને પાછા ફોન પર વાત કરે છે.) હા બોલ. શું અમેરિકામાં પૈસા? અરે કેવી વાત કરે છે તું? તને મારા અને અશોકના સંબંધો કેવા હતા તેની જાણ નથી? તો પછી આ બધું હું પૈસા માટે કરું છું? અરે યાર તું આમ ગાંડા જેવી વાત નહીં કર. (પાછો છોકરાઓનો ઝઘડો સંભળાય છે.) હા… હું તને પછી ફોન કરું છું. કેશવ શું છે આ. તને શું કામ રાખ્યો છે. તારાથી નહીં શાંત રહેતાં હોય તો બહાર લઈ આવ.
|
કેશવઃ
|
(રૂમમાંથી બહાર આવે છે.) સાહેબ આ લોકો આખો દિવસ બસ ઝઘડો જ કરે છે.
|
રાજનઃ
|
તું બહાર લઈ આવ એમને.
|
કેશવઃ
|
ચાલો દીકરાઓ. જુઓ રાજન અંકલ બોલાવે છે. નહીં સપન, સપન નહીં.
|
(રૂમમાંથી સપન સ્ટીલનું વાસણ બહાર ફેંકે છે.)
રાજનઃ
|
નહીં સપન નહીં મૂકી દે. હા, બરાબર… હવે બહાર આવ જોઈએ યસ યસ હા… That’s like a good boy. શાબાશ, આવ આવ બહાર આવ. (DROP)
|
(હૉલની જમણી બાજુ કમ્મર અને પેટથી જોડાયેલા બે આશરે ૨૦ વર્ષના યુવાનો બેઠા છે. એક યુવાનના હાથમાં પાનાંની કેટ છે અને બીજો તેને પીસે છે. તેને કાતર મારે છે. અને પછી પાનાની બાજી મંડાય છે. બન્ને જણ પાનાં રમવાનું શરૂ કરે છે.)
સપનઃ
|
તારે મારી સાથે એક કલાક ગાર્ડનમાં આવવું પડશે.
|
સંદીપઃ
|
ગાર્ડન…? ઠીક છે. પણ હું જીત્યો તો?
|
સંદીપઃ
|
જીત્યા પછી કહીશ. (સંદીપ પાનાં વહેંચે છે. અને પાનાં જોતાં જોતાં સપન સંદીપને પાનાંની તરફ ખેંચે છે.)
|
સપનઃ
|
હું શું કામ કરું? તું કર.
|
સંદીપઃ
|
(શો કરે છે.) તો મારી શરત છે…
|
સપનઃ
|
થોભ ભાઈ, હજુ મારી વારી બાકી છે. (શો કરે છે.) તો હવે ચાલો ગાર્ડનમાં.
|
સંદીપઃ
|
કેવું ગાર્ડન ને કેવી વાત?
|
સપનઃ
|
જો તેં શરત મારી હતી કે જો તું હારી જશે તો મારી સાથે ગાર્ડનમાં આવશે.
|
સંદીપઃ
|
મેં એવી કોઈ શરત નથી મારી.
|
સપનઃ
|
લુચ્ચા, નાલાયક, બદમાશ!
|
સંદીપઃ
|
એ તું બદમાશ કોને કહે છે?
|
સપનઃ
|
તું બદમાશ. બીજું કોણ?
|
કેશવકાકાઃ
|
અરે… અરે… અરે… અરે… તમારો ઝઘડો પાછો શરૂ થઈ ગયો. રાજનકાકા આવશે તો મને ખિજાશે.
|
સપનઃ
|
તમને શું કામ ખિજાશે, કેશવકાકા? આ વખતે તો બધો વાંક સંદીપનો છે. (પાછા ઝઘડવા મંડે)
|
કેશવઃ
|
હવે પાછું શું થયું?
|
(બરોબર તે જ સમયે એક છોકરી પ્રવેશે જેનું નામ શેફાલી છે.)
સપનઃ
|
કેશવકાકા, મેં તમને હજાર વાર કહ્યું છે કે દરવાજો બરાબર બંધ રાખો.
|
સંદીપઃ
|
અને જો દરવાજો ખુલ્લો હોય તો બહાર આટલો મોટો ડોરબૅલ છે. તે વગાડવો જોઈએ.
|
સપનઃ
|
અને એટલું પણ સમજ ન પડે તો દરવાજો ‘નૉક’ કરીને અંદર આવવું જોઈએ.
|
કેશવઃ
|
એ છોકરી કોણ છે તું? (ડૉ. રાજન પ્રવેશે છે.)
|
રાજનઃ
|
કેશવ, શું છે આ બધું?
|
રાજનઃ
|
એ છોકરી કોણ છે તું?
|
રાજનઃ
|
નામ નથી પૂછ્યું. કોણ છે તું અને ક્યાંથી આવી છે?
|
શેફાલીઃ
|
અ… તમે ડૉક્ટર અંકલ છો ને? આ સંદીપ, આ સપન અને આ કેશવકાકા.
|
કેશવઃ
|
(શેફાલીને) એ રામ-રામ.
|
શેફાલીઃ
|
કેશવકાકા. (કેશવકાકા રસોડામાં જાય છે.)
|
રાજનઃ
|
એ છોકરી, કોણ છે તું અને ક્યાંથી આવી?
|
શેફાલીઃ
|
તમારા બાજુના બંગલામાંથી.
|
રાજનઃ
|
(ગુસ્સામાં) જો છોકરી…
|
શેફાલીઃ
|
અ… કહું છું… કહું છું. મારા પપ્પા છે તે… નહીં નહીં આ સાંભળો. હું એક મેડિકલ સ્ટુડન્ટ છું અને અહીંની હૉસ્ટેલમાં રહું છું. મારા પપ્પા રાજકોટમાં સરકારી અધિકારી છે. પણ હવે તેમની બદલી અહીં એટલે આ જ શહેરમાં થઈ છે. એટલે અમે તમારા બાજુના બંગલામાં રહેવા આવ્યાં છીએ. અને મેં હૉસ્ટેલ છોડી દીધી છે. બેસી જાઉં?
|
રાજનઃ
|
અહીં આવવાનું કોઈ કારણ?
|
શેફાલીઃ
|
(રાજન અને સંદીપ તરફ) મારું હાઈસ્કૂલ શિક્ષણ રાજકોટમાં થયેલું.
|
રાજનઃ
|
અહીં આવવાનું કોઈ કારણ?
|
શેફાલીઃ
|
કહું છું. હું આઠમા ધોરણમાં પ્રવેશી ને ત્યારની આ વાત છે. સાંભળો. તમે નહીં (સપન તરફ) તમે સાંભળો. જૂન મહિનાનો એ સરસ મઝાનો દિવસ હતો. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. એટલામાં મારા પપ્પાએ મારા હાથમાં એક મૅગેઝીન આપતાં કહ્યું ‘જો બેટા, આ મૅગેઝીનમાં પાના નં. ૨૭ પર એક લેખ છે. તે વાંચ તને ખૂબ ગમશે.’ અને તે મૅગેઝીનનું નામ હતું…
|
સપનઃ
|
નામ ન લઈશ એ મૅગેઝીનવાળાનું.
|
સંદીપઃ
|
જીવવાનું હરામ કરી નાખ્યું છે, આ છાપાં અને મૅગેઝીનવાળાએ.
|
સપનઃ
|
આજે આ છાપાંવાળો તો કાલે આ મૅગેઝીનવાળો.
|
સંદીપઃ
|
સવારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા તો રાત્રે ઇન્ડિયન ઍક્સપ્રેસ. સોમવારે લાયન્સ ક્લબ તો મંગળવારે જાયન્ટ ક્લબ.
|
સપનઃ
|
અને બધાંની એક જ વાત… અમને તમારા ફોટા આપો. અમને તમારો ઇન્ટરવ્યૂ લેવા દો. અમે તે અમારા મૅગેઝીનમાં છાપીશું. અને બદલામાં તમને પૈસા આપીને તમને લાભ કરી આપીશું. હં… પૈસા. અને એક નાલાયકે તો એવું કહેવાની હિંમત કરી કે અમે તમને પૈસા નહીં આપીએ, બલ્કે અમારા મૅગેઝીનમાં તમારો ઇન્ટરવ્યૂ છાપી તમને લાભ કરી આપીશું. બદલામાં તમારે અમને પૈસા આપવા પડશે. અને એ કયા લાભની વાત કરતો હતો, ખબર છે?
|
સંદીપઃ
|
હા એ હરામખોર કહેતો હતો કે અમારા મૅગેઝીનનું સર્ક્યુલેશન અમેરિકામાં પણ ખૂબ થાય છે. ત્યાંના ડૉક્ટરો આ લેખ વાંચીને તમને મદદ કરવા દોડી આવશે. તમારી લાઇફ પર રિસર્ચ કરશે અને તમારો ઇલાજ કરી આપશે.
|
સપનઃ
|
અને તમારી આખી જિંદગીની દવા અને ઇલાજ તો મફત જ.
|
સંદીપઃ
|
અરે, એ હરામખોરોને શું ખબર કે અમારો મફત ઇલાજ તો ચોવીસ કલાક અમારી સાથે જ હોય છે. ડૉ. રાજન ઉર્ફે અમારા રાજન અંકલ. અરે, આખી જાત ઘસી નાખી છે અમારા માટે, પોતાના સગા દીકરાનું નથી વિચાર્યું તેટલું વિચાર્યું છે અમારા માટે એ માણસે.
|
શેફાલીઃ
|
મને ખબર છે. મેં બધું વાંચ્યું છે.
|
સપનઃ
|
પાછું લીધું તેં એ મૅગેઝીનનું નામ?
|
સપનઃ
|
અંકલ નહીં. શો-પીસ જેવા બનાવી મૂક્યા છે અમને. આજે આ ગામથી તો કાલે પેલા શહેરથી લોકો આજ દિન સુધી અમને જોવા આવે છે. જાણે અમે કોઈ પ્રાણી સંગ્રહાલયનાં અજાયબ પ્રાણી ન હોઈએ.
|
શેફાલીઃ
|
મારા પપ્પાએ પણ આવું જ કહેલું.
|
શેફાલીઃ
|
મેં જ્યારે તમારા વિશે મૅગેઝીનમાં વાંચ્યું…
|
સપનઃ
|
પાછું તેં નામ લીધું મૅગેઝીનનું?
|
શેફાલીઃ
|
નહીં, નહીં. હવે કોઈ મૅગેઝીનનું નામ નહીં લઉં, બસ? પ્રોમિસ. પણ જ્યારે મેં આઠમા ધોરણમાં તમારા વિશે વાંચ્યું. અને એથી વિશેષ જ્યારે મેં તમારા ફોટા જોયા ત્યારે છેક રાજકોટથી અહીંયાં તમને જોવા આવવાની મેં જીદ પકડી. ત્યારે પણ મારા પપ્પાએ મને આવું જ કહેલું કે જો બેટા પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીઓને જોવા જવાય. જ્યારે માણસોને જોવા નહીં. એમને મળવા જવાય. હમણાં તો કેટલાય લોકો એમને જોવા જતાં હશે. અને એમની મનોવેદના સમજ્યા વગર કુતૂહલ દૃષ્ટિએ એમને જોઈ ચાલતી પકડતાં હશે. હું તને એમની પાસે લઈ જઈશ. એમને જોવા નહીં પણ એમને મળવા. અને તે પણ હમણાં નહીં જ્યારે તું એમની મનોવેદન, વ્યથા, મૂંઝવણ અને લાગણીને સમજતી થશે ત્યારે. (અચકાય જાય છે.) શું થયું એની થિંગ રૉંગ.
|
રાજનઃ
|
કેશવ… કેશવ… આ શેફાલીને… આ શેફાલીને માટે એક કપ કૉફી લઈ આવ.
|
રાજનઃ
|
પણ બણ કંઈ નહીં દીકરા, કૉફી તો તારે પીવી જ પડશે.
|
શેફાલીઃ
|
પણ અંકલ મારી વાત તો સાંભળો.
|
રાજનઃ
|
આટલી સારી વાત પછી મારે બીજી કોઈ વાત નથી સાંભળવી.
|
કેશવઃ
|
સાહેબ, મારે શું કરવાનું?
|
શેફાલીઃ
|
કેશવકાકા મારે કૉફી નથી પીવી. મારે ચા પીવી છે.
|
કેશવઃ
|
સાહેબ, એમને કૉફી નથી પીવી. ચા પીવી છે. સાહેબ એમને ચા પીવી છે. ચા.
|
રાજનઃ
|
એમ?! કેશવ તેં કહ્યું તો જ મને ખબર પડી. બાકી મને તો ખબર જ ન હતી. (કેશવ અંદર જાય છે.)
|
કેશવઃ
|
એ મૂકી છે. આ સાહેબ ક્યાર ક્યારના બોલાવ બોલાવ કરે છે.
|
રાજનઃ
|
દીકરા અત્યારે તું કયા યરમાં છે?
|
શેફાલીઃ
|
અંકલ અત્યારે હું મેડિકલના થર્ડ યરમાં છું. પણ જ્યારે હું ફર્સ્ટ યરમાં હતી ને ત્યારે ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશનની એક જર્નલમાં તમારા વિશે વાંચ્યું હતું. અને ત્યારથી જ તમને મળવાની અને તમારી પાસેથી ઘણું બધું શીખવાની ઇચ્છા હતી.
|
સપનઃ
|
હવે તને અમારા રાજનકાકા બધું શીખવશે.
|
સંદીપઃ
|
શીખવશો ને, રાજન અંકલ?
|
સપનઃ
|
શીખવશે જ ને જશે ક્યાં?
|
સપન/સંદીપઃ
|
શીખવશો ને રાજન અંકલ? પ્લી…ઝ!
|
રાજનઃ
|
હવે તમે મારી વતી એમને બાંહેધરી આપી જ દીધી છે તો મારે શીખવવું જ પડશે ને. અને શેફાલી, હું એવી વ્યક્તિની શોધમાં હતો જ કે જે આ લોકોની મનોવેદના, વ્યથા, મૂંઝવણ અને લાગણીને સમજી શકે, તેમ જ મારા પ્રયત્નો ને પણ સમજી શકે. અને તેવી વ્યક્તિ મને તારામાં જોવા મળી છે. માટે આજથી તું મને આસિસ્ટ કરશે.
|
શેફાલીઃ
|
અંકલ હું તમને આસિસ્ટ કરું એટલે તમે આટલા મોટાને હું (કેશવ ચા લઈને આવે છે.)
|
રાજનઃ
|
પેલો અડધો કલાક એમ જ ઊભો રહેશે. (શેફાલી અને ડૉ. રાજન ચા લે છે.)
|
કેશવઃ
|
લો બચ્ચાઓ. આ તમારો પેશીયલ કપ.
|
શેફાલીઃ
|
અંકલ આ પેશીયલ. આય મીન ટૂ સે સ્પેશિયલ કપ શું છે?
|
રાજનઃ
|
તું જો ને, દીકરા. (સપનના હાથમાં રહેલ કપ ઉપાડી સંદીપ રકાબીમાં ચા રેડે છે અને સપન સંદીપને ચા પિવડાવે છે.)
|
રાજનઃ
|
છે ને pleasure પણ તું એમને લડતા જોશે ને તો what a pleasureને બદલે what a pity કહેશે.
|
શેફાલીઃ
|
What a pity તેઓ ઝઘડો પણ કરે છે?
|
કેશવઃ
|
હા, બન્નેને જરા વાંકું પડવું જોઈએ કે ચાલુ જ થઈ જાય. એક વખતે સપને સંદીપનો કાન કરડી ખાધો. મહિના સુધી સંદીપને પાટા-પિંડી કરવી પડી હતી.
|
રાજનઃ
|
You won’t believe, Shefeli. એક વખત વાંચવાની બાબત પર શું થયું તે સંદીપે સપનના માથામાં મોટી ડિક્ષનરી મારી દીધી. ૧૫ મિનિટ સુધી સપન બેભાન. તું વિચાર કર એ સિચ્યુએશન. સંદીપ ભાનમાં, સપન બેભાન.
|
શેફાલીઃ
|
આટલી હદ સુધી મારામારી!
|
કેશવઃ
|
હા, પણ પાછા હળીમળી જાય ખરા.
|
રાજનઃ
|
હા, હળીમળી જવા સિવાય બંનેને છૂટકો પણ નથી.
|
સપનઃ
|
જો જો પાડ્યું ને ટીપું.
|
સંદીપઃ
|
જાણી જોઈને નથી પાડ્યું.
|
સપનઃ
|
જાણી જોઈને જ પાડ્યું છે. ગયા અઠવાડિયે મારાથી જમતી વખતે તારા પર દાળનું ટીપું પડ્યું હતું તેનો બદલો લે છે.
|
સંદીપઃ
|
જો હું ખરેખર કહું છું મેં જાણી જોઈને નથી પાડ્યું.
|
સપનઃ
|
અરે, ખરેખર કી એસી કી તેસી.
|
(બન્ને એકબીજાનું ગળું પકડી લે છે અને શેફાલી, રાજન અને કેશવ તેમને છોડાવે છે. (DROP))
(અહીં સપન સંદીપને ગુસ્સામાં એક થાપટ લગાવી દે છે. બંને બાથંબાથી પર ઊતરી આવે છે. એકબીજાને મારવા મંડે છે. ડૉક્ટર, કેશવ અને શેફાલી ત્રણે જણ મળીને તેમને છોડાવે છે. તે દરમિયાન શેફાલીનો હાથ સંદીપના હાથમાં આવી જાય છે; બંનેની નજર મળે છે. શેફાલી સંકોચ અનુભવે છે, હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે. તે સંદીપની આંખ થકી તેના દિલમાં શેફાલી માટે ફૂટેલા પ્રેમના અંકુર જોઈ શકે છે. આ સમગ્ર બનાવ દરમિયાન ડૉક્ટર અને કેશવ સપનની સારવાર કરવામાં પડ્યા હોય છે કેમ કે તેને સંદીપના મુઠ્ઠીના પ્રહારથી આંખમાં કંઈક વધારે વાગી ગયું હતું. અહીં ધીમે ધીમે અંધકાર પથરાય છે. અંધકાર દરમ્યાન એક અવાજ ગુંજી ઊઠે છે, જે શેફાલીનો છે. શેફાલીએ સંદીપને લખેલો પત્ર છે જે પ્રેક્ષકોને શેફાલીના અવાજમાં સંભળાય છે.)
અવાજઃ
|
સંદીપ, કોઈ પણ સંબોધન વગરનું એકલું સંદીપ; તને ભલે અજુગતું લાગે, સંદીપ, પણ જીવનના આ તબક્કે મને એ સાવ સ્વાભાવિક લાગે છે. આજે સાંજે તારી આંખ સામે જોતાં જ તારા હૃદયનો રણકો મને સંભળાયો. બસ, પછી તો હૈયું હાથમાં ન રહેતાં હમણાં રાત્રે જ આ પત્ર લખવા બેસી ગઈ. માત્ર થોડી લીટીના આ પત્રમાં મારા હૃદયના અતલ ઊંડાણમાં તારે માટેના પ્રેમના જે અંકુર ફૂટ્યા છે તેનું દર્શન તને કરાવું છે. હાઈસ્કૂલના મારા અભ્યાસકાળ દરમિયાન હું તરુણવયમાં પ્રવેશી અને તે વેળાએ જ ચિત્રલેખામાં તારો ફોટો જોયો. ત્યારે જ હું તારા પ્રત્યે આકર્ષાયેલી, એ માત્ર તરુણવયનું આકર્ષણ જ હતું. પણ આજે તે આકર્ષણ માત્ર આકર્ષણ ન રહેતાં ઉત્કટ પ્રેમમાં પરિણમ્યું છે. દુનિયાની મોટી અજાયબી જેવા એક અપંગને માટે શેફાલીને પ્રેમ કઈ રીતે થઈ શકે? આ પ્રશ્ન કદાચ તારા મનમાં ઉદ્ભવે અને પછી તું અને તું જ એનો જવાબ આપે કે કદાચ સહાનુભૂતિ થઈ હશે, પ્રેમ નહીં. તો સંદીપ, એ માટે એટલું જ કહીશ કે આ સહાનુભૂતિ નથી. આ ખરેખર સાચો પ્રેમ છે. અને તને પ્રેમ કરનાર હું, શેફાલી કિશોરચંદ્ર રાજગુરુ ભલે એક અપવાદ ગણાઉં, પણ એ અપવાદ ગણાવાનું મને ગર્વ છે. લિખિતંગ તારી શેફાલી.
|
(ફરી ઉજાસ પથરાય ત્યારે સંદીપ અને સપન બંને જણા ચેસ રમી રહ્યા છે. જોકે સંદીપનું તે તરફ ધ્યાન નથી. તે વારે વારે બહારની બાજુએ શેફાલીના આવવાની રાહ જોઈ રહ્યો છે. બંને જણ પોતપોતાની ‘ચાલ’ ચાલતા જાય છે અને વાતો કરતા જાય છે. પણ સંદીપ વારે વારે બહાર તરફ જોઈ રહ્યો છે તે સપનને નથી ગમતું.)
સપનઃ
|
લે મારી નાખ્યું તારું પ્યાદું. ચાલ.
|
સંદીપઃ
|
હવે ચાલવામાં બાકી શું રાખ્યું છે?
|
સપનઃ
|
બે ચાલ, ફક્ત બે ચાલમાં હરાવી દઉં છું તને?
|
સંદીપઃ
|
હું તો ક્યારનો હારી ગયો છું.
|
સપનઃ
|
મારું તો દિમાગ કામ નથી કરતું.
|
સંદીપઃ
|
અરે રાજા, આમાં દિમાગની નહીં આમાં તો દિલની જરૂર હોય છે આ દિલની.
|
સપનઃ
|
હટાવ તારું આ ચેસ બોર્ડ નથી રમવું મારે. (ધક્કો મારીને ચેસ બોર્ડ ફગાવી દે છે.)
|
સંદીપઃ
|
સપન, અચાનક તને થયું છે શું?
|
સપનઃ
|
ઊભો થા, ઊભો થા. અને જો દેખાય છે પેલી?
|
સંદીપઃ
|
સપન શું થયું છે તને?
|
સંદીપઃ
|
જો સપન, તને કંઈ થયું છે. બોલ, શું થયું છે?
|
સપનઃ
|
સાંભળવું છે તારે? સાંભળવું છે ને, તો સાંભળ. (શેફાલીને અંદર આવતાં જોઈ અટકી જાય છે.)
|
શેફાલીઃ
|
શું થયું? શું થયું સપન?
|
સંદીપઃ
|
ના, શેફાલી એને કંઈ થયું છે પણ બોલતો નથી.
|
શેફાલીઃ
|
શું થયું સપન? તને મારું કંઈક ખરાબ લાગ્યું છે?
|
સપનઃ
|
તારામાં ખરાબ કે સારું લાગવા જેવું છે જ શું?
|
સંદીપઃ
|
સપન તું શેફાલી સાથે આ રીતે કેમ બોલે છે? ગઈ કાલે પણ મેં જોયું તું શેફાલી સાથે સીધી રીતે વાત નહોતો કરતો.
|
સપનઃ
|
કોણ છે, આ શેફાલી? મા છે મારી? મારી સાસુ છે એ? મારે એને પગે લાગવું જોઈએ કેમ? શેફાલી મને માફ કરી દે. હું પગે લાગું છું.
|
શેફાલીઃ
|
સપન તું આ શું કરે છે? સંદીપ હું જાઉં છું.
|
સંદીપઃ
|
ઊભી રહે શેફાલી. તારે જવાનું કોઈ કારણ નથી.
|
સપનઃ
|
હા? જવું તો હવે મારે જોઈએ કેમ? પણ શું કરું લાચારી છે.
|
સંદીપઃ
|
લાચારી છે? બોલ સાલા તને શાની લાચારી છે? બકી નાખ. ત્રાસી ગયો છું હવે.
|
સપનઃ
|
અરે, ત્રાસી તો હું ગયો છું. આ શેફાલી સાથે કલાકો સુધી વાતોનાં તડાકા મારવા એ તારી મનગમતી પ્રવૃત્તિ હશે. પણ મારે ત્યાં અનિચ્છાએ તારી સાથે જકડાઈ રહેવાનું, કોઈ છાપું કે મૅગેઝીન વાંચવાનું અને તારો આ બકવાસ સાંભળવાનો?
|
સપનઃ
|
હા, હા, નર્યો બકવાસ.
|
સંદીપઃ
|
જો આ બકવાસ છે તો છેલ્લાં વીસ વર્ષથી હું જે સહન કરતો આવ્યો છું તે શું છે? તારે ગાર્ડન જવાનું મન થાય ત્યારે મારે તારી સાથે ત્યાં જખ મારવાની, કોઈ મૅગેઝીન પકડીને બેસી રહેવાનું. અરે, આવી તો કંઈ કેટલી પ્રવૃત્તિઓ છે જે તારા લીધે છેલ્લાં વીસ વર્ષોથી હું સહન કરતો આવ્યો છું.
|
સપનઃ
|
વીસ વર્ષની વાત કરે છે? વીસ વર્ષની વાત કરે છે? તો સાંભળ એય…! વીસ વરસનો હું પણ છું. અને જ્યારે તું આ શેફાલીને કિસ કરે છે ત્યારે…
|
સંદીપઃ
|
સપન (સંદીપ સપન પર હાથ ઉગામે છે. પણ શેફાલી રોકી લે છે.) Don’t cross the limit, Otherwise…
|
સપનઃ
|
Otherwise what would you do? would you throw me out? Come on throw me out.
|
શેફાલીઃ
|
તમે લોકો આ શું કરી રહ્યા છો? તમે એવું ન કરો કે જેથી મારે રાજન અંકલને તાત્કાલિક અહીંયાં બોલાવવા પડે.
|
સંદીપઃ
|
બોલાવ. બોલાવ, રાજન અંકલને. રાજન અંકલ, Please help me. છૂટો કરો મને આનાથી.
|
સપનઃ
|
Yes, now no more of this.
|
(અંધારું થાય છે. અને બીજી તરફ ડૉ. રાજન અને શેફાલી વાતો કરે છે.)
ડૉ. રાજનઃ
|
હવે ઑપરેશન વગર છૂટકો નથી.
|
ડૉ. રાજનઃ
|
શેફાલી હું પણ તારા મતનો જ હતો. તે બંનેને સાથે રાખવાના ખૂબ પ્રયત્નો કર્યા. પણ હવે લાગે છે કે Operation is the only alternative.
|
શેફાલીઃ
|
પણ અંકલ ૨૦ વર્ષ બાદ તમે આ જોખમ ખેડવા તૈયાર થયા છો?
|
ડૉ. રાજનઃ
|
મને એમાં કંઈ જ જોખમ જેવું નથી લાગતું શેફાલી, because આઈ એમ વેરી શ્યૉર એબાઉટ માય સક્સેસ. બસ ડર ફક્ત એક જ વાતનો લાગે છે કે…
|
(અંધારું થાય છે. થાળી પડવાનો અવાજ આવે.)
કેશવઃ
|
(રસોડામાંથી) અરે, બચ્ચાઓ જમવાનું શું કામ ફેંકી દીધું. (સંદીપ અને સપન રસોડામાંથી બહાર આવે છે.)
|
સંદીપઃ
|
મારે નથી જમવું, કેશવકાકા.
|
સપનઃ
|
એને નથી જમવું તો મારે પણ નથી જમવું.
|
સંદીપઃ
|
એટલે હું જે કરું તે જ તારે કરવાનું?
|
સપનઃ
|
કેશવકાકા, એને જમવાનું આપો.
|
સપનઃ
|
કેશવકાકા, એ ખોટી જીદ કરે છે. એને જમવાનું આપો.
|
સંદીપઃ
|
જીદ હું કરું છું કે તું? છોડી દે તારી જીદ?
|
સપનઃ
|
જો તું જિદ્દી છે તો જીદમાં હું તારા કરતાં સવાયો છું. હું નહીં જમું.
|
સંદીપઃ
|
હવે તો છૂટા પડ્યા પછી જ જમીશ.
|
સપનઃ
|
રાજન અંકલ. Apply all your oills & perform the operation.
|
સંદીપઃ
|
Yes, an operation of freedom.
|
(આ તરફ અંધકાર અને તરત જ બીજી તરફ પ્રકાશ જ્યાં ડૉ. રાજન ફોન પર ડૉ. વાગલે સાથે વાત કરે છે. શેફાલી તેની પાછળ ઊભી ઊભી ફાઇલ ચેક કરે છે.)
ડૉ. રાજનઃ
|
હા… વાગલે. લોહીનું શું થયું? હ… ત્રણ બૉટલ? ત્રણ બૉટલો શું ધોઈને પીઉં? મને દસ બૉટલ જોઈશે. એટ અ સ્ટ્રેચ. યાદ રાખો. તે બંને ‘ઓ’ નેગેટિવ છે. અને What about ડૉ. દેસાઈ, ડૉ. ગુપ્તા ઍન્ડ ડૉ. મહેતા?
|
શેફાલીઃ
|
સર, ત્રણ ત્રણ એનેસ્થેટિસ એટ અ ટાઇમ?
|
રાજનઃ
|
જો, શેફાલી આ ઑપરેશનમાં હું કોઈ જાતનું રિસ્ક લેવા નથી માંગતો. It’s a serious operation & mind well it’s not going to be easy, Hello Mr. Vagle, keep in touch.
(ફોન બંધ કરે છે.) હં… શેફાલી what about that Dr. Dave the best cardiothorasicac surgeon?
|
શેફાલીઃ
|
તેઓ રાત્રે ૧:૦૦ વાગ્યે ફ્લાઇટથી મુંબઈ આવી પહોંચશે.
|
ડૉ. રાજનઃ
|
Nice, અને જો શેફાલી આજે ૧:૦૦ વાગ્યા પછી તેમને કોઈ પણ જાતનો ખોરાક આપતી નહીં. પ્રવાહી પણ નહીં. માંગે તોપણ નહીં, not even a single drop of water.
|
શેફાલીઃ
|
અંકલ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી તેઓ ન ખાવાની જીદ લઈને બેઠા છે. ત્રણ દિવસથી તેમણે કંઈ જ ખાધું નથી.
|
ડૉ. રાજનઃ
|
કંઈ ખબર નથી પડતી, શેફાલી. હું શું કરવા જઈ રહ્યો છું? વીસ વીસ વર્ષોથી સાથે રહેનારાઓને છૂટા પાડવાનું પાપ કરી રહ્યો છું? કે પછી બંનેને અલગ અલગ રીતે જીવન જીવવાની તક પૂરી પાડીને એક પુણ્યનું કામ કરવા જઈ રહ્યો છું.
|
(અંધકાર છવાય છે. ઉજાસ પથરાય ત્યારે શેફાલી સંદીપને પગની કસરત કરાવતી હોય છે.)
શેફાલીઃ
|
Good very good, હા, જાતે કર જોઈએ. Very good, That’s like a good boy.
|
સંદીપઃ
|
મેં તને હજાર વખત કહ્યું છે કે…
|
શેફાલીઃ
|
તને Boy નહીં કહેવાનું, એમ જ ને? અચ્છા, તો That’s like a good man. હવે પગમાં કેમ છે?
|
સંદીપઃ
|
શેફાલી રાજન અંકલ ક્યાં છે. કેટલા દિવસથી મેં એમને જોયા નથી!
|
શેફાલીઃ
|
તને પગમાં કેવું લાગે છે?
|
સંદીપઃ
|
તું પહેલાં મારી વાતનો જવાબ આપ, રાજન અંકલ ક્યાં છે?
|
શેફાલીઃ
|
તને મેં પૂછ્યું પગમાં કેમ છે. તેનો પહેલાં તું જવાબ આપ.
|
સંદીપઃ
|
મને તો સારું લાગે છે પણ…
|
સંદીપઃ
|
પણ પેલો જરા ખોડો ચાલતો હોય તેવું લાગે છે.
|
સંદીપઃ
|
તું જાણે છે, શેફાલી.
|
શેફાલીઃ
|
હું જાણું છું પણ તારા મોઢેથી સાંભળવા માંગું છું.
|
સંદીપઃ
|
સપન વળી બીજું કોણ?
|
(સપન પ્રવેશે છે. બન્ને એકબીજાની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને બેસે છે.)
શેફાલીઃ
|
સાવ નાનાં બાળકોની જેમ ઝઘડો કરો છો બન્ને જણા. આજે ઑપરેશનને ૨૫ દિવસ થઈ ગયા. અને છેલ્લા વીસ વીસ દિવસથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે શું છે? હવે તમને જે જોઈતું હતું તે મળી ગયું છે. An operation of freedom! My foot! અને સપન તું?
|
સપનઃ
|
પણ મેં શું કર્યું, શેફાલી?
|
શેફાલીઃ
|
અરે, બોલતાં શરમ નથી આવતી? ને પેલો. That’s like a good man.
|
સંદીપઃ
|
Control yourself, Shefali.
|
શેફાલીઃ
|
ઓ હો હો. ખોટું લાગી ગયું તને. I am sorry. હવે તને કંઈ નહિ કહું. (સપનને) વેલ, ક્યાંથી આવે છે, ગાર્ડનમાંથી?
|
શેફાલીઃ
|
What about your exercises?
|
શેફાલીઃ
|
કેમ છે તને પગમાં?
|
સપનઃ
|
મને તો સારું છે. પણ પેલો જરા ખોડો ચાલતો હોય એવું લાગે છે.
|
શેફાલીઃ
|
કેટલી લાગણી છે તમને એકબીજા પ્રત્યે. છતાં એકબીજા સાથે બોલવાનું નામ સુધ્ધાં લેતા નથી. અરે, મારી લાગણીનો નહીં તો કંઈ નહીં પણ રાજન અંકલની લાગણીનો તો વિચાર કરો. તમારા ઑપરેશનના ચાર દિવસ આગળથી એ માણસે ખાવાપીવાનું છોડી દીધું અને એની આડ અસર એવી તો થઈ કે ઑપરેશનના બીજા જ દિવસે એમને I.C.U. માં દાખલ કરવા પડ્યા.
|
શેફાલીઃ
|
હા, એક પણ શબ્દ સત્યથી વેગળો નથી. મારે તમને નહોતું કહેવું, પણ કહ્યા વગર છૂટકો નથી. તમે બન્ને એકબીજા સાથે બોલતા થઈ જાવ તે પળની દિવસોથી રાહ જોતા રાજન અંકલને ગઈકાલે મેં કહ્યું ‘I am sorry’ રાજન અંકલ તમને આપેલ વચન પૂરું કરવામાં હું fail થઈ. I am helpless, Rajan Uncle, I am helpless. મને માફ કરો, રાજન અંકલ.
|
(રડતાં રડતાં શેફાલી નીકળી જાય છે અને કેશવકાકા ચાના બે કપ લઈ પ્રવેશે છે.)
કેશવઃ
|
લે સપન આ તારો કપ. અને સંદીપ આ તારો કપ.
|
સંદીપઃ
|
ત્યાં જ મૂકી દો, કેશવકાકા. હું પી લઈશ.
|
કેશવઃ
|
પી લેજે દીકરા હવે તને કોઈ યાદ નહીં કરાવે. અને તમારો સ્પેશિયલ કપ તો ક્યારનોય તૂટી ગયો છે.
|
(અંધકાર છવાય છે. પ્રકાશ પથરાય ત્યારે મંચ ખાલી છે. તરત જ ડૉ. રાજન પ્રવેશે છે તે હાંફળા-ફાંફળા છે.)
રાજનઃ
|
સપન, સપન ક્યાં છે? સંદીપ, અરે ક્યાં છે? કેશવ ક્યાં ગયો? આટલી વહેલી સવારે ક્યાં જતા રહ્યા? તું એમને ક્યાં જવા દે છે?
|
કેશવઃ
|
ચમત્કાર થઈ ગયો, સાહેબ.
|
રાજનઃ
|
વળી પાછો શેનો ચમત્કાર?
|
કેશવઃ
|
ગઈકાલે સપન સંદીપના રૂમમાં જતો રહ્યો હતો. બન્ને જણા મોટે મોટેથી વાતો કરતા હતા. મને લાગ્યું વળી પાછા બન્ને જણાએ ઝઘડો ચાલુ કરી દીધો. પણ બન્ને જણા તો એવી મજાની વાતો કરતા હતા! મેં ચાર વાગ્યા સુધી એમની વાતો સાંભળ્યા કરી. સાચું કહું સાહેબ, કાલે કેટલા દિવસ પછી સારી ઊંઘ આવી સાહેબ.
|
(કેશવ બહાર નીકળે છે અને શેફાલી અંદર આવે છે.)
રાજનઃ
|
જે વાતની બીક હતી તે જ થયું.
|
શેફાલીઃ
|
શું થયું અંકલ? આપણે વિચારેલું તેવું જ થયું ને, અંકલ?
|
સંદીપઃ
|
ગુડ મૉર્નિંગ શેફાલી.
|
શેફાલીઃ
|
What a lovely morning!
|
સપનઃ
|
અમને Good morning નહીં કહો અંકલ?
|
શેફાલીઃ
|
ચાલો આજની એક્સરસાઇઝ કરીએ. એ! પણ હવે તમને મારી શી જરૂર હં…! તમે બન્ને એકબીજાને કરાવી શકો છો. અચ્છા રાજન અંકલ મારે એક અગત્યનું લેક્ચર એટેન્ડ કરવાનું છે.
|
રાજનઃ
|
અચ્છા દીકરા, તું જા.
|
સંદીપઃ
|
શેફાલી એક મિનિટ મારે તારી સાથે એક વાત કરવાની છે.
|
સપનઃ
|
અને રાજલ અંકલ મારે તમારી સાથે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરવાની છે.
|
રાજનઃ
|
કેવો મુદ્દો, કેવી ચર્ચા?
|
સપનઃ
|
આ સંદીપ અને શેફાલીનાં લગ્ન વિશેની ચર્ચા.
|
રાજનઃ
|
એમાં શેની ચર્ચા, આ બાજુ આવ શેફાલી, તું પણ આવ સંદીપ.
|
સંદીપઃ
|
મારે લગ્ન નથી કરવાં.
|
રાજનઃ
|
લગ્ન નથી કરવાં એટલે?
|
સંદીપઃ
|
મેં operation of freedomની માંગણી તો કરી પણ એ freedom મારે માટે કંટકોની શય્યા બની જશે એનો મેં વિચાર કર્યો ન હતો. સપનથી છૂટા પડ્યા બાદ તેની સાથેનું સહઅસ્તિત્વ શું હતું, તેનું મૂલ્ય શું હતું તે મને આજે સમજાય છે અને હવે હું નથી ઇચ્છતો કે અમારા બેની વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિ આવે. (શેફાલીને) please, take it in arightsense, Shefali. ત્રીજી કોઈ વ્યક્તિ એટલે માત્ર તું જ નહિ પણ બીજું કોઈ જ નહિ. શેફાલી મને સમજવાનો પ્રયત્ન કર.
|
શેફાલીઃ
|
આટલો સમય સાથે રહ્યા બાદ આ કહેવાની જરૂર છે?
|
સંદીપઃ
|
Thank you very much, Shefali. મને તારી પાસે આવા જ જવાબની આશા હતી.
|
સપનઃ
|
જુઓ ને રાજન અંકલ, આ તો બધું ઊલટું થઈ રહ્યું છે. આપણને એ લોકોએ કહેવું જોઈએ કે અમારાં લગ્ન કરાવી આપો. તેને બદલે આપણે જ એ લોકોને…
|
શેફાલીઃ
|
તને નવાઈ લાગે છે ને સપન પણ હું તો પહેલેથી જ આ મતની હતી. એ વાત સાચી છે મેં જ્યારે સંદીપને જોયો ત્યારે જ તેના પ્રેમમાં પડી ગઈ. પણ તમારી સાથે રહ્યા બાદ, તમને સમજ્યા બાદ જાણ્યું કે તમે બન્ને એકબીજા વગર અધૂરા છો. અને એ વાત હું આનંદથી અને હૃદયથી સ્વીકારું છું. સંદીપનો પ્રેમ મારા તમામ આયખા માટે મહામૂલી મૂડી બની રહેશે.
|
રાજનઃ
|
દીકરા, શેફાલીની વાત સાચી છે. સામાન્ય વ્યક્તિની સમજ બહારની તેણે વાત કરી છે. આજે હું… (રાજન બહાર જવા જાય છે.)
|
રાજનઃ
|
મારે આજે એક ઑપરેશન કરવાનું છે. શેફાલી, તું મને assist કરશે કે પછી આજથી તું…
|
શેફાલીઃ
|
ના અંકલ, તમે ઊપડો. હું આવું છું. અચ્છા guys, હું જાઉં છું. પણ સાંજે પાછી આવીશ. આજે શું રમવાનું છે? ચેસ, કૅરમ? ઓકે. કૅરમ!
|
સપનઃ
|
સંદીપ તેં મારા કારણે.
|
સંદીપઃ
|
તારે માટે નહીં આપણા બન્ને માટે. આપણે ભલે શરીરથી જુદા છીએ પણ…
|
સપનઃ
|
પણ બન્નેનાં મન તો એક જ છે ને. એ આપણે પહેલાં કઈ રીતે રહેતા હતા?
|
સંદીપઃ
|
એ કંઈક આવા હતા ને? ચાલ આપણે પાછા એવા જ રહીએ. (બન્ને પાનાં રમે છે. પહેલાંની જેમ કમરે હાથ વીંટાળીને સાથે બેસી જાય છે.)
|
સંદીપઃ
|
મારી સાથે કલાક ગાર્ડનમાં આવવાનું.
|
(કેશવકાકા પ્રવેશે છે.)
કેશવઃ
|
આ લો બચ્ચાઓ તમારો સ્પેશિયલ કપ.
|
(પડદો)
(છેલ્લો પારસી)