ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ધારાવસ્ત્ર
Jump to navigation
Jump to search
ધારાવસ્ત્ર
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
૧૯૭૯
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૯)