ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/શિશુ
Jump to navigation
Jump to search
શિશુ
તરવરે છે આંખની સપાટી પર જીવ
બોલું બોલું થતો,
જગતને સ્પર્શવા મથતો.
જગના પદાર્થો અવાજો મનુષ્યો સુધીનાં અંતરો
પામી શકે ના, તરવરે કીકી સપાટી પર
આ મ તે મ.
ક્ષણમાં કેટલે ઊંડે પહોંચી જાય
સુગમ એ તો અરે એને,
શબ્દના અંચળા નીચે છુપાવું શક્ય ના જેને.
અતળ ઊંડાણ સુગમ એને જે
નવાણ એ જીવંત રહેશે વાણ જ્યારે ફૂટશે?