ગુજરાતી ગઝલસંપદા/ જાતુષ જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાતુષ જોશી

કોઈ વિરાટ ક્ષારાનું અવશિષ્ટ આ સ્મરણ છે,
બ્રહ્માંડ આ બધુંયે એનો જ એક કણ છે.

દૃષ્ટિની પાર જઈને દૃશ્યો બધાં નિહાળો,
દૃષ્ટા ને દૃશ્ય વચ્ચે દૃષ્ટિ જ આવરણ છે.

એ છે જ, એવી શ્રદ્ધા નથી અમસ્તી,
એ હોય નહિ તો શાથી એનું જ સંસ્મરણ છે?

અસ્તિત્વ સપ્તરંગી લીલા થઈ ગયું છે,
કોને ખબર હવેનું શું આગલું ચરણ છે?

મારી ગઝલની આભા, અસલી ગઝલની આભા,
ઝળહળતા શબ્દ જેના એનાં જ આભરણ છે.